પોલીસે દેશી દારૂ બનાવના સાધનો તેમજ રીક્ષા સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે જીકીયારી ગામે દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી. જેમાં પોલીસે દેશી દારૂ બનાવના સાધનો તેમજ રીક્ષા સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના જીકીયારી કુંભાર શેરી દેવજીભાઇ જગજીવનભાઇ પીપળીયાના રહેઠાણ મકાને દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન દેશીદારૂ બનાવવાનો આથો લીટર આશરે ૮૦૦ કિ.રૂ.૧૬૦૦ તથા દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂ ૩૦૦, ભઠ્ઠીના સાધનો કેરબા નંગ-૦૭ કુલ કિ.રૂ.૫૦૦, ગેસનો બાટલો નંગ-૦૧,કિ.રૂ.૮૦૦, પ્રાઇમસ નંગ-૦૧,કિ.૩૦૦, તથા સી.એન.સી.જી રીક્ષા નંબર GJ-36-U-2008 કિ.રૂ-૭૦૦૦૦ મળી કુલ કિ.રૂ. ૭૩,૫૦૦ નો મુદ્દામાલ સાથે આરોપી દેવજીભાઇ જગજીવનભાઇ પીપળીયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..