દેશી દારૂના સાધનો સાથે એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર મોરબી : મોરબી એલસીબી પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના લીલાપર રોડ ઉપર રામદેવપીરના મંદિર પાછળ વોકળાના કાંઠે ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી. જો કે પોલીસે દેશી દારૂના સાધનો સાથે એક આરોપી ઝડપી લીધો હતો. પણ મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર ગઈકાલે બાતમીના આધારે એલ.સી.બી. મોરબી સ્ટાફે મોરબી લીલાપર રોડ રામદેવપીરના મંદિર પાછળ વોકળાના કાંઠે આરોપી કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામાની કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી હતી અને દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦ તથા ઠંડો આથો લીટર ૪૦૦ કિ.રૂ.૮૦૦ તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૧ કી.રૂ.૫૦ તથા પાટલી નળી સાથે નંગ-૧ તથા ઇન્ડેન કંપનીનો ગેસના બાટલા નંગ-૦૨ તથા ગેસનું બર્નર તથા રેગ્યુલેટર નળી મળી કિ.રૂ.૩૦૦૦ તથા દેશી દારૂ આશરે લીટર-૩૦ કિ.રૂ.૬૦૦ મળી કુલ કિ.રૂ.૪૬૫૦ ના મુદામાલ સાથે આરોપી નાગરાજભાઇ ઉર્ફે યોગી સવજીભાઇ પરમારને ઝડપી લીધો હતો.જ્યારે મુખ્ય આરોપી કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા હાજર ન મળી આવતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.