મોરબી : સમગ્ર ગુજરાતમા સેવાકીય પ્રવૃતિઓ અને સ્વદેશી તેમજ રાષ્ટ્ર ભાવનાને વરેલી ઇન્ડિયન લાઇન્સ ક્લબના 25માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે થી રહેલી ઉજવણીના ભાગરૂપે સ્ત્રી શસ્ક્તિકરણ તેમજ બેટી પઢાવો બેટી ભણાવો વિષય અંતર્ગત માત્ર દીકરીઓની જ માતા હોય એવી માતાઓને સન્માનવાનો એક કાર્યક્રમ રવિવારે યોજિત કરવામાં આવ્યો છે. તારીખ 21 જુલાઈ 2019ને રવિવારે સાંજે 06:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી નાગરિક બેન્ક, મોરબી ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમમાં સમારોહના દાતા રબારીસાંજના અગ્રણી રામજીભાઈ રબારી, ટી.ડી.પટેલ ( સમાજ સેવા કેન્દ્ર), શિવલાલભાઈ પટેલ (પ્રમુખ, રાજકોટ નાગરિક બેન્ક), પોપટભાઈ કગથરા (પ્રમુખ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ), ભાવેશભાઈ શાહ (પ્રમુખ, વિશાશ્રીમાળી વણિક સમાજ), બિપીનભાઈ લહેરું, પ્રવીણભાઈ કારિયા, ભુપતભાઇ રવેશીયા, મોનજીભાઈ પીલોજપરા, વાઘજીભાઈ મિસ્ત્રી, બંસીધરભાઈ કચોરિયાં,જે.પી.જેસવાણી, જ્યોતિસિંહ જાડેજા, દિલાવરસિંહ જાડેજા, રઘુવીરસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ તકે ઇન્ડિયન લાઇન્સ કલબ મોરબીના સેક્રેટરી હર્ષદભાઈ ગામી તથા પ્રેસિડેન્ટ ભાવેશભાઈ દોશીએ હાજર રહેલી માત્ર દીકરીઓની જ માતાઓનું અભિવાદન કરવા હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne