મોરબી : મોરબીમાં આવતીકાલે મંગળવારે વેલેન્ટાઈન ડેએ ઇન્ડિયન લાયોનેસ દ્વારા ભારત માતાના પૂજન સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ શનાળા રોડ ઉપર ૐ શાંતિ સ્કૂલ પાસે સરદાર બાગની સામે સાંજે 5થી 7 દરમિયાન યોજાશે. આ વેળાએ લાઈવ કેરાઓકેનો કાર્યક્રમ પણ યોજાશે. જેમાં દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ગાયકોને પ્રતીક ભેટ પણ અપાશે. વધુ વિગત માટે પૂનમબેન હિરાણી મો.નં. 9979574149 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.