મોરબી : બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા મર્યાદિત ન રાખી ધંધાકીય ક્ષેત્રે પણ બાળકો આગળ વધે અને તેમના કુટુંબ માટે ઉજવળ ભવિષ્યનું નિર્માણ કરે તે હેતુથી નીલકંઠ વિદ્યાલય મોરબી દ્વારા બિઝનેસ ટાયકૂન-2025નું ભવ્ય આયોજન તા. 27 તેમજ 28 ડિસેમ્બરે રામેશ્વર પાર્ટી પ્લોટ રવાપર રોડ ખાતે થઈ રહ્યું છે. ત્યારે બાળકોને પ્રોત્સાહન મળે તેમજ આ ભવ્ય આયોજનને વધુને વધુ શહેરના જાગૃત નાગરિકો નિહાળે તે હેતુથી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બંને દિવસ દરમિયાન આ કાર્યક્રમની મુલાકાતે આવતા દરેક વ્યક્તિઓ માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રો બોક્સમાં તમામ મુલાકાતીઓને પોતાનું નામ તેમજ મોબાઈલ નંબર લખી ચિઠ્ઠી નાખવાની રહેશે. રવિવારે સાંજે 7:00 કલાકે આ લકી ડ્રો જાહેર થશે જેમાં કુલ 10 વિજેતાઓને સ્માર્ટ કલર ટીવી, મિક્સર ગ્રાઈન્ડર, ઇન્ડક્શન, બ્લેન્ડર, ડિનર સેટ, સ્માર્ટ વોચ જેવી 10 આઈટમો આપવામાં આવશે.આ લકી ડ્રો સમયે જે મુલાકાતીઓ હાજર હશે તેને જ આ પ્રાઈઝ મળશે. તો વધારેને વધારે મોરબીવાસીઓ આ કાર્યક્રમમાં હાજર રહે અને બાળકોને પ્રોત્સાહિત કરે તેવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા, સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજાનો આભાર વ્યક્ત કર્યો હતો.