મોરબી : મોરબી જીલ્લામાં મગફળીનાં વધુ ખરીદ સેન્ટર ફાળવવા બાબતે ભારતીય કિસાન સંઘ - મોરબી દ્વારા રાજ્ય નાગરિક પુરવઠા નિયમના મેનેજીંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આખા ગુજરાતમાં આજ દિન સુધીનું સૌથી વધુ મગફળીનું રજીસ્ટ્રેશન મોરબી જીલ્લાનું છે. તો આ પરીસ્થીતીમાં વ્યવસ્થાનો અભાવ ઉભો ન થાય અને ખેડુતોને હાલાકી ભોગવવી ના પડે તે માટે A.P.M.C. સિવાયના વધુ સેન્ટર ફાળવવામાં આવે એવી રજુઆત કરાઈ છે. ગઈકાલે તા. 9ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી જીલ્લામાં કુલ રજીસ્ટ્રેશન 15,024 છે. જેમાં ટંકારા તાલુકાનું સૌથી વધુ 9089નું રજીસ્ટ્રેશન થયેલ છે. માળીયા તાલુકામાં 352નું રજીસ્ટ્રેશન થયેલ છે, મોરબી તાલુકામાં 2284નું રજીસ્ટ્રેશન થયેલ છે, વાંકાનેર તાલુકામાં 416 અને હળવદ તાલુકામાં 2881નું રજીસ્ટ્રેશન થયેલ છે. તો આ રજીસ્ટ્રેશન જોતા ટંકારા તાલુકાને માર્કેટીંગ યાર્ડ નથી એટલે તેમની ખરીદી મોરબી યાર્ડમાં થતી હોય છે. પરંતુ આ વર્ષે ટંકારાનું મગફળીનું રજીસ્ટ્રેશન ખુબ ઉંચુ હોય ટંકારાને ખરીદ સેન્ટર ફાળવવામાં આવે તેવી પણ રજુઆત કરાઈ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate