જાંબાઝ વિંગ કમાન્ડરની મુક્તિથી ઠેર ઠેર ખુશીનો માહોલ મોરબી : મોરબીમાં ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને આવકારતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. દેશના જાંબાઝ જવાન અભિનંદન આજે મુક્ત થઈ રહ્યા છે ત્યારે મોરબીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાના બે ફાઇટર જેટે ભારતની સીમાની અંદર પ્રવેશીને વિસ્ફોટ કર્યો હતો. ત્યારે પાકિસ્તાનના આ બન્ને જેટ વિશે ભારતીય વાયુસેનાને ત્વરિત જાણ થઈ જતા ભારતીય વાયુસેનાના ફાઇટર જેટે પાકિસ્તાનના બન્ને જેટનો પીછો કર્યો હતો. આ વેળાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું એક જેટ તોડી પાડ્યું હતું. પરંતુ આ તકે અભિનંદનનું જેટ ક્ષતિગ્રસ્ત થતા ક્રેશ થઈ ગયું હતું. જો કે અભિનંદને સુરક્ષિત રીતે પેરાસુટ મારફતે ઉતરાણ તો કરી લીધું હતું. પરંતુ તેઓનું ઉતરાણ પાકિસ્તાનની સીમામા થતા પાકિસ્તાન આર્મીએ તેને પકડી પાડ્યા હતા. બાદમાં ભારતની આક્રમક નીતિથી ફફડી ઉઠેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત પણ કરી હતી. જેના પગલે આજે સાંજે તેઓને મુક્ત પણ કરવામાં આવનાર છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન અભિનંદનની મુક્તિના સમાચારથી સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે મોરબીમાં પણ અભિનંદનની મુક્તિથી ખુશી વ્યાપી ગઈ છે. મોરબી શહેરના સામાકાંઠે નટરાજ ફાટક અને સિવિલ હોસ્પિટલ ચોકમાં ભારતીય વાયુસેનાના વીર જવાન અભિનંદનને આવકારતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en