મોરબીના ખાખરેચી ગામના એનઆરઆઈ ડોક્ટરની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યોમોરબી અપડેટ : અમેરિકન ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા ભારતના 80મા સ્વાતંત્ર્ય દિન તેમજ અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય વર્ષ નિમિત્તે 15 ઓગસ્ટના રોજ એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.આ કાર્યક્રમ અંતર્ગત પારસીપનીના મેયર દેસાઈ ભાઈના હસ્તે ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો, જેમાં બાળકો દ્વારા દેશભક્તિના ગીતો, વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ તેમજ શહીદોની સ્મૃતિમાં ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ ભારતીય નાગરિકોએ રાષ્ટ્રપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત અને મોરબીનું ગૌરવ એવા એનઆરઆઈ, મૂળ ખાખરેચી ગામના વતની અને છેલ્લા 25 વર્ષથી અમેરિકાના ન્યૂ જર્સી ખાતે સ્થાયી થયેલા ડોક્ટર ગુણવંતભાઈ પટેલ આરદેસણાએ ભારે જહેમત ઉઠાવી હતી. સાત સમંદર પાર રહીને પણ માતૃભૂમિ પ્રત્યે અનન્ય સેવાભાવ દર્શાવવા બદલ સમગ્ર મોરબી પંથક વતી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.#IndependenceDay #USA #IndianDiaspora #SeniorCitizens #MorbiUpdate #MorbiPride #Khakhrechi #NRIGujarati #DeshBhakti #15August