અપક્ષ ઉમેદવાર અને તેમના ટેકેદારોએ જયંતિભાઈ પટેલની વિજયી બનાવવા દ્રઢ નિશ્ચય જાહેર કર્યો મોરબી : મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા જયંતિભાઈ પટેલને બહોળા જન સમુદાયનું સમર્થન મળી રહ્યું છે.ત્યારે અપક્ષ ઉમેદવાર અને તેમના ટેકેદારોએ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને સમર્થન આપી તેમને વિજયી બનાવવા દ્રઢ નિશ્ચય જાહેર કર્યો છે. મોરબી બેઠક પર કોંગ્રેસના પ્રતિભાશાળી ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ તેમના વિશાળ સનર્થકો સાથે શહેર અને ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે અને પરિવર્તન પદયાત્રા થકી લોક સંપર્ક કરીને લોકોનો વિશ્વાસ કેળવવાના પ્રયાસો કરી રહ્યા હોવાથી તમને દરેક સમાજમાંથી સમર્થન મળી રહ્યું છે. જેમાં મોરબી બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ગોપાલભાઈ સીતાપરા અને તેમના 22 ટેકેદારોએ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને પોતાનું સમર્થન આપ્યું હતું. આ અપક્ષ ઉમેદવાર અને તેમના 22 સમર્થકોએ કોંગ્રેસની લોકહિતની વિચારસરણીમાં જોડાયને કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ બહુમતીથી જીતે તેવો દ્રઢ નિર્ણય જાહેર કર્યો હતો.