ટંકારા : સ્વાતંત્ર્ય દિન નિમીત્તે 15મી ઓગસ્ટના રોજ ટંકારા તાલુકા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે. આ કાર્યક્રમમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન થશે. કોરોના વાઈરસને પગલે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્ય યોજાશે નહિ. માત્ર અધિકારીઓ અને આમંત્રિતોની હાજરીમા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામા આવશે. આ ઉપરાંત, ટંકારાના ઇન્ચાર્જ મામલતદાર તરીકે સી. બી. નિનામાની નિમણૂંક કરવામાં આવી છે. આથી, લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.