મોરબી : મોરબી જિલ્લામાં આન બાન અને શાનથી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા કક્ષાની ઉજવણીની સાથે મોરબી જિલ્લાની વિવિધ શાળા, કોલેજ, ફેકટરી સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વ ઉજવાયું વાંકાનેર : વાંકાનેરમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે 15 ઓગસ્ટે દેશના આઝાદીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશ અને વીર જવાનોને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ કૌશિકભાઈ રાઠોડ અને ઉપ પ્રમુખ રમેશભાઈ વાઘેલા દ્વારા તમામ સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવાયા હતા. લાયન્સનગર પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓએ જિલ્લા પંચાયત ખાતે કૃતિ રજુ કરી મોરબી : આજે 15મી ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા પંચાયત ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લાયન્સનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ઉત્કૃષ્ઠ કૃતિ રજૂ કરવામાં આવી હતી. જે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણ અંબારિયા દ્વારા શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોરબીના લાલપરની ભગવતી એન્જિનિયર ખાતે સ્વતંત્રતા પર્વ ઉજવાયો મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલી ભગવતી એન્જિનિયર કંપની ખાતે આજે 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રજાપતિ સમાજ મોરબીના પ્રમુખ ગોકળભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના માલિકો અને કર્મચારીઓ પણ જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામ આપી હતી. મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં 77મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ મોરબી : આજે 15મી ઓગસ્ટ ને મંગળવારે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં કુમાર-કન્યા શાળા તેમજ ઈન્ડિયન લાયન્સ કલબ-મોરબીના સંયુક્ત ઉપક્રમે 77મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુમાર-કન્યા શાળાના બાળકોએ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કર્યા હતા. ગામના સરપંચ ડો. ગણેશભાઈ નકુમ અને મયુરીબેન કોટેચા (પ્રેસિડેન્ટ, ઇન્ડિયન લાયન્સ કલબ- મોરબી) ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. મોરબીની ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા બાળ કલાકારોને શિલ્ડ અને સન્માન પત્રો અર્પણ કરાયા હતા. [gallery ids='247713,247714,247715'] નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીના દરેક કેમ્પસમાં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ મોરબી : આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીના દરેક કેમ્પસ આઝાદીના રંગે રંગાયા હતા. દરેક કેમ્પસમાં “મેરી મિટ્ટી મેરા દેશ”ની થીમ પર સ્વતંત્રતા પર્વની જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમોની ઉજવણીમાં સરહદ અને શહેરમાં પોતાની સેવા આપનાર ઝાંબાજ વીર જવાન નિવૃત આર્મીમેન મજબૂતસિંહ ઝાલા, નિવૃત આર્મીમેન નરેશભાઈ મારવાણીયા તથા શહેર ટ્રાફિક એ.એસ.આઈ. દેવજીભાઈ બાવરવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનની સાથે દરેક કેમ્પસમાં NCCની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરીને ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય દેશભકિતથી ઓતપ્રોત કાર્યક્રમો રજુ થયાં હતાં. આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ઉત્સાહ વધારેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયાએ સંકલન કર્યું હતું. મોરબીના રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મોરબી : આજ રોજ મોરબીના રફાળેશ્વર ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા (વિ.જા.)માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 77મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયા અને રમેશભાઈ જીલરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એલ.વી. લાવડીયાએ ધ્વજ ફરકાવી વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે શાળાના દરેક વિધાર્થીઓને પેન આપવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર શાળાનો સ્ટાફ તથા કેમ્પસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે. ડી. કાંજીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની તૈયારી આચાર્ય પી.જી.ઉકાણીબેન દ્વારા કરવામાં આવી હતી. અંતમાં વિજયભાઈ ઝાપડિયા દ્વારા સમગ્ર શાળા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબીના કડીવાર બંધુઓએ કીડીયારૂ પૂરીને અનોખી રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરી મોરબી : મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત મોરબીના પર્યાવરણ પ્રેમી અને દેશપ્રેમી કડીવાર બંધુઓ વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા અનોખી રીતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંને ભાઈઓએ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી બાવળ અને બોરડીના ઝુંડમાં મુક્યા. જેથી 51,000 જેટલા નાના જીવોને ખોરાક મળી રહે. આ રીતે અમર જવાન શહીદો અને મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામેલા દીવંગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ તિરંગાની અનોખી રંગોળી બનાવવામાં આવી હતી. બંને ભાઈઓએ વૃક્ષો વાવી, ઉછેરી અને પર્યાવરણના બચાવના સંદેશ સાથે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. [gallery ids='247726,247727,247728'] મોરબી સબજેલમાં 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધારાસભ્યના હસ્તે ધ્વજારોહણ કરાયું મોરબી : મોરબી સબજેલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલના પ્રાંગણમાં અધિક્ષક ડી. એમ. ગોહેલ, ઈન્ચાર્જ જેલર પી. એમ. ચાવડા અને જેલના અધિકારી, કર્મચારી અને કેદીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ, મારી માટી મારો દેશ કાર્યક્રમ, હર ઘર ત્રિરંગા યાત્રા કાર્યક્રમ, વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જેલમાં મોરબી જીલ્લા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જેલ સલાહકાર સમિતિ સભ્ય જ્યોતીસિંહ જાડેજા તેમજ ઉપસ્થિત મહેમાનો અને બંદીવાનો દ્વારા...