મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળા આનંદનગર સોસાયટી પાછળ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આં પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્યા ચેતનાબેન તથા તેમનો સમગ્ર સ્ટાફ, શાળાના નિવૃત્ત શિક્ષક મગનભાઈ પણ હાજર હતા. આ રાષ્ટ્રીય પર્વમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે કાવર, લા. અમરસિભાઈ અમૃતિયા, લા. નાનજીભાઈ મોરડીયા, લા.રશ્મિકાબેન રૂપાલા, લિયો કલબ ઓફ મોરબી સિટીના પાસ્ટ પ્રેસિડેન્ટ ક્રિશ્ના રૂપાલા, લિયો સેક્રેટરી બંસી રૂપાલા, લિયો વાસુ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગીત પર અને અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવી હતી. તમામ વિધાર્થીઓને લા.મણિલાલ જે. કાવર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દરેક લાયન સભ્યો તથા સ્ટાફનાં વરદ હસ્તે દરેક વિદ્યાર્થીઓને કીટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ન્યૂ પેલેસની બાજુમાં આવેલી સેવી ઇન્ટરનેશનલ કિડઝી સ્કૂલમાં પણ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ સેક્રેટરી ખજાનચી અને લાયન સભ્યોની હાજરીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્કૂલના બાળકોએ રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરતા ભવ્ય કૃતિ રજૂ કરી હતી અને અલગ અલગ પિરામિડ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ બંને કાર્યક્રમ પૂર્ણ કરી સરસ્વતી સોસાયટીમાં આવેલા ડૉ .ખ્યાતિબેન ભીમાણીનાં ઉમા ક્લિનિક અને મોરબી સિટીનાં જુદા જુદા પાચ ક્લિનિક ઉપર લિયો કલબ મોરબી સિટીનાં રાહબરી હેઠળ લાયન્સ કલબના તમામ સભ્યોની હાજરીમાં નાના બાળકોને સુવર્ણ પ્રાશનનાં ટીપા પીવડાવવામાં આવ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાએ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવા બદલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.