મોરબી : મોરબીના જુના ઘૂંટૂં રોડ પર આવેલી સિમ્પોલો વિટ્રિફાઇડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિમ્પોલો ગૃપના સીએમડી જિતેન્દ્ર અઘારાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સિમ્પોલોના પ્લે હાઉસના બાળકો દ્વારા રાષ્ટ્રપ્રેમ ઉપર વિવિધ પહેરવેશમાં નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ બિપોરજોય વાવાઝોડા દરમિયાન કંપનીની સલામતી માટે અડગ ઊભા રહેનાર તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સિમ્પોલો ગૃપ દ્વારા આયોજીત નેશનલ સ્પોર્ટ એન્ડ ગેમ્સના વિજેતા થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગવર્મેન્ટ સ્પોર્ટ કમિટીના હેડ કિશન દલસાણિયાએ સિમ્પોલો ગૃપના સીએમડી જિતેન્દ્ર અઘારાનું એવોર્ડ આપી સન્માન કર્યુ હતું અને જણાવ્યું હતું કે એક જ મહિનાની અંદર સિમ્પોલો તેમજ મોરબીના બાળકો માટે સ્પોર્ટ્સ ગેમ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવશે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગૃપના તમામ ડિરેક્ટરો, COO, ફેક્ટરી કામદારો સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.