મોરબી : આજે મોરબી જિલ્લામાં ઠેર ઠેર રાષ્ટ્રીય તહેવાર એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયત પરિવાર દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 9:30 કલાકે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાના હસ્તે પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો પણ સંદેશો આ દિવસે આપ્યો હતો.