250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું મોરબી : હાલમાં ઘેર ઘેર માંદગીના ખાટલા છે તેવા સમયે જ રાજ્યમાં તલાટી કમ મંત્રીઓ બાદ હવે આરોગ્ય કર્મચારીઓ પણ હડતાલનું શસ્ત્ર ઉગામી ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી લગાવી હતી અને પોતાની માંગ ન સંતોષાઈ ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી છે. જેમાં આરોગ્ય કર્મીઓ પોતાની માંગમાં મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ટી.એચ.એસ., ટી.એચ.વી. સહિતના આરોગ્ય કર્મચારીઓ પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને પ્રથમ તબક્કે રૂ. 4200 ગ્રેડ પે તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના મુદ્દે નિરાકરણ લાવવાની માંગ કરી હતી.