સિવિલ હોસ્પિટલમાં ગાયનેક, ડેન્ટલ, ઓપીડી, ફિજીયોથેરાપી, ડાયાલિસિસ સહિતની સેવાઓમાં દર્દીઓનો ધસારોમોરબી : મોરબી જિલ્લા કક્ષાની એકમાત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ ખાડે ગઈ હતી અને સામાન્ય વર્ગના દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર બન્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે હવે ઉજળા સંજોગો સામે આવ્યા છે. મેડિકલ કોલેજ આવવાથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે. સૌથી મોટો તબીબોની ઘટનો પ્રશ્ન દૂર થયો છે. સિવિલમાં તમામ સુવિધાઓ શરૂ થતાં દર્દીઓનો ધસારો પણ વધ્યો છે.મોરબી સિવિલ હોસ્પિટલમાં કથળેલો વહીવટ ભૂતકાળ બની ગયો છે. પહેલા સિવિલમાં ઘણા સર્જનો અને તબીબોની ઘટ તેમજ અગત્યના સાધન સુવિધાની અછત હોવાથી મોટાભાગે પ્રાથમિક ઉપચાર કરીને દર્દીઓને રાજકોટ ધકેલી દેવામાં આવતા અને દર્દીઓ પણ ઘટી ગયા હતા. પણ જ્યારથી મેડિકલ કોલેજ શરૂ થઈ છે ત્યારથી જ સિવિલ હોસ્પિટલનું ચિત્ર બદલાયું છે. ખાસ કરીને ડોક્ટરો અને સર્જનોની કમી દૂર થઈ છે. સિવિલમાં તમામ વિભાગના ડોક્ટરો અને સર્જનોની સેવા શરૂ થઈ ગઈ છે. રોજની ઓપડોમાં પણ ઘણો વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ગાયનેક, ડેન્ટલ, ઓપીડી, ફિજીયોથેરાપી, ડાયાલિસિસ, ચિલ્ડ્રન સહિતની તમામ સેવાઓનો લાભ લેતા દર્દીઓમાં વધારો થયો છે. સિવિલના પ્રસુતિ વિભાગમાં ડિલિવરીના કેસો વધ્યા છે. હવે દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. એટલે મોરબી તાલુકાના જ નહીં પણ અન્ય ચારેય તાલુકાના લોકો પણ સિવિલમાં સારવાર લેવા આવે છે. સામાન્ય વર્ગના લોકો જ નહીં પરંતુ આમીર લોકો પણ અહીં સારવાર લેવા આવે છે.સિવિલ હોસ્પિટલના છેલ્લા 5 વર્ષના ઓગસ્ટ માસના સત્તાવાર દર્દીઓના આંકડાવર્ષ ઓપીડી લેબ. ટેસ્ટ ડાયાબિટીસ ડિલેવરીના કેસો ડેન્ટલ ઓપીડી2019 19272 29026 527 207 909 2020 9888 20389 493 186 3762021 11577 27132 427 234 8842022 17407 32374 558 279 8302023 23430 48674 518 330 1276[0:53 pm, 06/10/2023] Hitesh Thakar: રાજકીય આગેવાન - કાર્યકર ધર્મભીરુ હશે તો અનિતી નહિ કરે : સી. આર. પાટીલમોરબીમાં ચાલતી મોરારીબાપુની રામકથામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજરી આપીમોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે કબીરધામ ખાતે ચાલતી મોરારીબાપુની માનસ શ્રદ્ધાંજલિ રામકથામાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનેસેરિયાએ હાજરી આપી હતી. આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કથામાં પહોંચવામાં વિલંબ થયો એની માફી માંગી મોરારીબાપુના દર્શન કરીને તેમને આવા ધાર્મિક કાર્યોથી સમાજમાં બદલાવ આવતો હોય આવા સારા કામો ચાલુ રાખવાની અપીલ કરી રાજકીય આગેવાન - કાર્યકરમા ધાર્મિક ભીરુતા હશે તો તેઓ અનિતીના માર્ગે નહિ ચાલે તેવી માર્મિક ટકોર કરી હતી.આજે મોરબી આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, મોરારીબાપુ કથાની અંદર ધર્મનો ઉપદેશ આપતા હોય છે. દરેક માણસને અનિતિથી દૂર રહી નીતિ પર ચાલવાનો સંદેશ આપતા હોય છે. સમાજમાં કુરિવાજો બંધ કરવાનો પણ મેસેજ આપતા હોય તેનો સમાજમા ખૂબ પ્રભાવ પડે છે. આથી આવા સતકર્મો ચાલુ જ રહેવા જોઈએ એવી વિનતી કરી હતી.સાથે જ સી.આર.પાટીલે માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકરો અને મારા જેવા કાર્યકરો પ્રવચનો કરતા હોય છે છતાં જશ મળતો નથી. ત્યારે આ કથાકર આ વાતને કથામાં વણી લેતા હોય તેનો સમાજમાં ખૂબ જ ઊંડો પ્રભાવ પાડે છે. કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકરમાં ધર્મભીરુતા હોવી જ જોઈએ. આથી આવા કથામાં રાજકીય કાર્યકર જોડતો હોય ત્યારે તે ધર્મભીરું હશે એવું ચોક્કસ માની શકાય, કથામાં માધ્યમથી એને પ્રેરણા મળે છે. જો હું અનીતિ પર જઈશ તો મારું ખરાબ થશે અને નીતિ પર ચાલીશ તો સારું પરિણામ મળશે અને આવા કાર્યકર નીતિ પર ચાલે તો તેને સેવા કરવાનું મન થાય છે અને સેવાપ્રવૃત્તિ કરવાથી તેના મનમાં કોઈ ખરાબ વિચાર આવતા નથી. ત્યારે આવા કથાના દિવ્ય આયોજનમાં અમારી પાર્ટીના માણસો જોડાયા છે એને ધર્મભીરું ચોક્કસ ગણી શકાય.