મોરબી યાર્ડમાં 3145 મણ જીરુંની આવક, ભાવ 3870 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે લીંબુના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ગઈકાલે 1500 રૂપિયા પ્રતિમણ સૌથી ઉંચો ભાવ હતો જે આજે 2400 રૂપિયા પ્રતિમણે પહોંચી ગયો છે. એટલે કે પ્રતિ મણે 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 માર્ચના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, સોયાબીન, તુવેર, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. જીરુંની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી યાર્ડમાં આજે 629 ક્વિન્ટલ એટલે કે 3145 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3870 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 419 ક્વિન્ટલ એટલે કે 2095 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1441 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 580, તલના 1970, જીણી મગફળીના પ્રતિમણ 1040, સોયાબીનના 760, તુવેરના 1419, ચણાના 1027, એરંડાના 1183, કાળા તલના 5200, રાયના 1127 અને રાયડાના 1060 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.