321 ક્વિન્ટલ કપાસની આવક થઈ, ભાવ 1484 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 30 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 321 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1484 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 74 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 542 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 30 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1800 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 700, જીરુંના 3390, બાજરાના 435 અને કાળા તલના 3400 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 340 રૂપિયા અને સુક્કી ડુંગળીના 280 રૂપિયા ભાવ બોલાયા છે.