ગત વર્ષ કરતા એસટીની આવકમાં ડબલગણો વધારો : દાહોદ, ગોધરામાં 56 ટ્રીપો દોડવામાં આવી મોરબી : મોરબી એસટી ડેપોને દર વખત કરતા આ વખતે હોળી વધુ ફળી છે. જેમાં મોરબી એસટી ડેપોને ગત વર્ષ કરતા આ વખતે હોળીમાં વધુ કમાણી થઈ છે. ગત વર્ષે 22 ટ્રીપ દોડાવવામાં આવી હતી અને જેનાથી 2.20 લાખની આવક થઈ હતી. પણ આ વખતે ખાસ કરીને એસટી તંત્રએ દાહોદ, ગોધરા અને પંચમહાલ જિલ્લામાં 56 ટ્રીપો દોડવામાં આવી હતી જેનો એસટી તંત્રને ફાયદો થયો હતો. મોરબી પંથકમાં મોટાપાયે ગોધરા, દાહોદ તરફના મજૂરો મોટી સંખ્યામાં અહીં આવીને ખેતમજૂરી કરીને પેટયું રળતા હોય છે. આ મજૂરો વર્ષમાં એક વાર એટલે હોળી ઉપર પોતાના વતન જતા હોય છે. આ ગોધરા અને દાહોદ તરફના મજૂરોને હોળીનું મહત્વ વધુ હોય અને વર્ષમાં એકવાર વતનમાં પરિવાર સાથે હોળી મનાવવી હોવાથી દર વખતની જેમ આ વખતે પણ આ મજૂરોએ પોતાના વતનમાં જવા માટે મોરબી એસટી ડેપોમાં ભારે ઘસારો કર્યો હતો.મોટી સંખ્યામાં મજૂરોએ દાહોદ, ગોધરા પોતાના વતન જવા વાટ પકડતા મોરબી એસટી ડેપોએ એ તરફની તા.28 ફ્રેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બસોની 56 ટ્રીપો દોડવી હતી. જેથી એસટી તંત્રને 5 લાખ અને 30 હજાર રૂપિયાની આવક થઈ હતી.આ ઉપરાંત 44 જેટલા રેગ્યુલર રૂટ રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં જવા માટે પણ ભારે ટ્રાફિક રહ્યો હતો. જો કે કાયમી એસટીને રૂ.3.50 લાખની આવક થાય છે. ત્યારે હવે દદરોજની રૂ.4.50 લાખ જેવી આવક થઈ રહી હોવાનું એસટી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.