મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 20 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર, જુવાર, ધાણા, ચણા, ગુવાર બી, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 500 ક્વિન્ટલ એટલે કે 2500 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1462 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 668, તલના 1916, જીણી મગફળીના પ્રતિમણ 1126, જીરુંના 3924, તુવેરના 1487, જુવારના 1125, ધાણાના 1615, ચણાના 1091, ગુવાર બીના 940, કાળા તલના 4315, રાયના 1272 અને રાયડાના 1039 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 340 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 180 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.