ગુજરાત બિન અનામત નિગમ હેઠળ વધુ વિદ્યાર્થીઓ મેળવી શકશે વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકમોરબી અપડેટ : વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઇચ્છા ધરાવતા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મોટો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અંતર્ગત પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી અગાઉ માત્ર આવક મર્યાદાના કારણે યોજનાનો લાભ ન મેળવી શકતા અનેક મધ્યમવર્ગીય પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ હવે લોન સહાય મેળવવા પાત્ર બનશે.વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે ફી, રહેવા-જમવા સહિતના ખર્ચને પહોંચી વળવા માટે અત્યાર સુધી વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખ હતી, જેમાં રાજ્ય સરકારે રૂ. 4 લાખનો વધારો કર્યો છે. આ સુધારા બાદ હવે રૂ. 10 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા બિન અનામત વર્ગના પાત્ર વિદ્યાર્થીઓ પણ વિદેશ અભ્યાસ લોન મેળવી વૈશ્વિક સ્તરનું શિક્ષણ, આધુનિક ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રાપ્ત કરી શકશે.#Gujarat #GujaratGovernment #ForeignStudyLoan #BinAnamatNigam #HigherEducation #EducationLoan #BhupendraPatel #MorbiUpdate #GujaratNews