મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 14 જુલાઈ ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, ચણા અને કાળા તલ તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 186 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 526 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 262 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1870 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 963, જીરુંના 3670, બાજરાના 560, ચણાના 1115 અને કાળા તલના 3510 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1200 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 660 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 320 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.