વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામે આજે મહિલા પ્રેરિત મયુર ડેરીનો મહિલા અગ્રણીના હસ્તે શુભારંભ કરાયો હતો. આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જીજ્ઞાશાબેન મેરના હસ્તે સતાપર ગામે મહિલા પ્રેરિત મયુર ડેરીનો શુભારંભ કરાયો છે. જોગનું જોગ આજે જિજ્ઞાસાબેનનો જન્મ દિવસ હોય મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડવા તેઓના હસ્તે ડેરીનું ઉદઘાટન કરાયું હતુ.