ટંકારા : આજે તારીખ 21 ઓક્ટોબર ને શુક્રવારના રોજ મોટા ખીજડીયા ગામે ઉમિયા સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવશે અને સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટા ખીજડીયા ગામે સમાજના દાતાઓના અનુદાનથી ઉમિયા સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમાજવાડીનું આવતાકાલે ઉદઘાટન કરવામાં આવશે. નકલંકધામ- બગથળાના મહંત દામજી ભગત અને હળવદના પ્રભુચરણદાસજીના હસ્તે સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 11-30 કલાકે પ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંતે દાતાઓ અને તમામ ગ્રામજનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.