મોરબી : મોરબીમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક એવા ઉકાળા કેન્દ્રનો પ્રારંભ આગામી તારીખ 26 નવેમ્બરથી થવા જઈ રહ્યો છે. મોરબીમાં વૈદ્ય કિશોરભાઈ મુળજીભાઈ દશાડિયા દ્વારા તેમના માતા સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મર્ણાર્થે વસંત પ્લોટમાં આવેલા ચકિયા હનુમાનજી મંદિરની સામે આવેલા વિનય હેર ડ્રેસર ખાતે કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. આ ઉકાળા કેન્દ્રનો પ્રારંભ આગામી તારીખ 26 નવેમ્બરના રોજ થશે અને 26 ફેબ્રુઆરી 2023 સુધી આ ઉકાળા કેન્દ્ર ચાલુ રહેશે. દરરોજ સવારે 6-30 થી 8 વાગ્યા સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. તો આરોગ્ય માટે લાભદાયી આ ઉકાળો પીવા માટે અપીલ કરવામાં આવી છે.