મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 201મી જયંતી નિમિત્તે ભારત માતા મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા કાર્યાલયનું ઉદઘાટન આગામી તારીખ 30 માર્ચના રોજ મોરબી ખાતે થવા જઈ રહ્યું છે.30 માર્ચ ને રવિવારે રાત્રે 9 કલાકે મોરબીની રવાપર ચોકડી ખાતે આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં આવેલા કેપીટલ માર્કેટમાં દુકાન નંબર 57, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી ખાતે જાણતા રાજા કાર્યાલયનું ઉદઘાટન થશે. તો આ ઉદઘાટન પ્રસંગે સૌ રાષ્ટ્ર ભક્તોને સહપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. અને ગામ તથા બહારગામ ઘેર બેઠાક શુભેચ્છાક દાન આપી ટીકીટ મેળવવા માટે કાર્યાલયન સંપર્ક કરવો અથવા મો.નં. 94299 12489 અથવા 94299 12689 પર સંપર્ક કરવા જણાવાયું છે.