અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજાઈ મોરબી : મોરબીમાં આજે ટાઇલ્સના જાજરમાન શોરૂમનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ અનેક મહાનુભાવોની હાજરી રહી હતી. સાથોસાથ ઉદ્યોગકારોની પણ ઉપસ્થિતિ રહી હતી. મોરબીના લાલપર ગામ પાસે આજે સોમાની સિરામિક લિમિટેડના શો-રૂમની ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. સોમાની સિરામિક લિમિટેડના એમડી અભિષેક સોમાની અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતીલાલ જેરાજભાઈ પટેલના હસ્તે આ સાહસને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વેળાએ મોરબીના અનેક ઉદ્યોગકારો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમાની સિરામિક લિમિટેડમાં દરેક પ્રકારની સિરામિક ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ સેનેટરી વેરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..