આજે ઉદ્ઘાટનના પ્રથમ દિવસે દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સારવાર તદ્દન ફ્રી રહેશે, આધુનિક મશીનો દ્વારા નિષ્ણાત ડોક્ટર આપશે સારવારમોરબી અપડેટ: મોરબીમાં ફી ટીફીન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા 'નહીં નફો નહીં નુકશાન' ના ધોરણે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનો આજથી એટલે કે 14-09-2026 સોમવારથી પ્રારંભ થયો છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આજે ઉદ્ઘાટનના પ્રથમ દિવસે તમામ દર્દીઓ માટે સારવાર તદ્દન ફ્રી રાખવામાં આવી છે.આ સેન્ટરમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા આધુનિક સાધનોથી નીચે મુજબની સારવાર આપવામાં આવશે:-સાંધાનો, ગરદન, કમર, હાથ, પગ, ખભા અને ઢીંચણનો દુઃખાવો-હાથ પગમાં તીવ્ર પીડા અને ઝણઝણા-જોઇન્ટ રીપ્લેસમેન્ટ તથા ફ્રેક્ચર પછીની કસરતો-સાયટીકા, પાર્કિન્સન્સ, લકવો, સેરેબ્રલપાલસી અને ન્યુરોલોજીકલ કંડીશન્સ પછીની કસરતોઆ સેન્ટરની રેગ્યુલર ફી માત્ર 150 રૂપિયા રાખવામાં આવી છે. સેન્ટર સવારે 10 થી 1:30 અને બપોરે 4 થી 7 વાગ્યાસુધી દુકાન નં. 3-4, મણીમેનોર મકાન સામે, સાવસર પ્લોટ મેઇન રોડ, મોરબી ખાતે કાર્યરત રહેશે. વધુ માહિતી માટે મો.83208 08813 પર સંપર્ક કરવો.#Morbi #MorbiUpdate #PhysiotherapyCenter #FreeTiffinSevaParivarTrust #HealthCareMorbi #MorbiNews