પ્રથમ વર્ષે આયોજિત આ સેવાયજ્ઞમાં પદયાત્રીઓ માટે ભોજન, ચા-નાસ્તા, રાત્રી રોકાણ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ મોરબી અપડેટ : નવરાત્રિના પાવન અવસરે માતાજીના દર્શને જતા પદયાત્રીઓની સેવામાં મોરબી પંથક હંમેશા અગ્રેસર રહે છે. જેના ભાગરૂપે માળીયા હળવદ હાઈવે પર રાપરના પાટીયા ખાતે સીતારામ યુવા ગ્રુપ તથા રાપર ગામ દ્વારા આશાપુરા પદયાત્રીઓ માટે આજે 01-10-2026 થી સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. પદયાત્રીઓની સેવામાં કોઈ કસર ન રહે તે માટે કેમ્પમાં નિઃશુલ્ક સેવાઓ જેવી કે ભોજન સેવા, ચા-નાસ્તાની સેવા, ઠંડા તથા શુદ્ધ પીવાનું પાણી, આઈસક્રીમ અને કોલ્ડડ્રિંક્સ, સંપૂર્ણ વોટરપ્રૂફ મંડપની વ્યવસ્થા, પદયાત્રીઓ માટે આરામ અને વિશ્રામની સુવિધા, સ્નાન માટેની સુવિધા, મેડિકલ કેમ્પ તથા પ્રાથમિક સારવાર, મોબાઈલ ચાર્જિંગની સુવિધા તેમજ રાત્રી રોકાણની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.આ સેવાયજ્ઞના શુભારંભ પ્રસંગે બેચરાજી તાલુકાના અજીઓલ ગામના વતની અને રિટાયર્ડ એસટી ડ્રાઈવર પ્રહલાદકાકા સાયકલ લઈને માં આશાપુરાના દર્શને જઈ રહ્યા હતા ત્યારે તેમણે કેમ્પની મુલાકાત લીધી હતી અને આયોજકોના આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું.માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે સીતારામ યુવા ગ્રુપના ભાર્ગવ વિડજા, ઉમેશ કૈલા, રાજ પરેયા અને ધવલ વિડજા (ડી.આર. વિડજા) સહિતના યુવાનો અને ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે. પદયાત્રીઓ આ કેમ્પની સેવાનો લાભ લે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #AshapuraPadayatri #SevaCamp #MaliyaHaldvadHighway #RaparVillage #SitaramYuvaGroup #MorbiUpdate #Navratri2026