ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે થશે લોકાર્પણ મોરબી : પરશુરામ ધામ - મોરબી ખાતે આગામી તા.13ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવનાર છે. મોરબીના નવલખી રોડ ઉપર બાયપાસ નજીક આવેલા પરશુરામધામ ખાતે નિર્માણ થયેલ સંત કુટીર અને ચબૂતરાનું આગામી તા.13ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારનું પણ આયોજન કરાયું છે. આ લોકાર્પણ પ્રસંગે સર્વે બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.