હળવદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ સાધન કેન્દ્રનું હળવદ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ મેડિકલના સાધનોનો ઉપયોગ કરવાનો લાભ મળશે અને જરૂરિયાત પૂર્ણ થાય પછી આ મેડિકલ સાધનો કેન્દ્રમાં જમા કરવાના રહેશે. મેડિકલ સાધનો દરબાર નાકે આવેલ ડોક્ટર ગઢીયા સાહેબના દવાખાનેથી મળી શકશે. આજે આ મેડિકલ સાધન કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સંઘચાલક ડો. સી. ટી.પટેલ, અનિલભાઈ શેઠ, હીમાંશુભાઈ ગાંધી, દિલીપભાઈ સોની તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ કેન્દ્રમાંથી જરૂરી સાધનોનો લાભ લેવાનું આહવાન કરાયું હતું.