મોરબી : મોરબીમાં પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના સંયુક્ત ઉપક્રમે પાટીદાર માર્ગદર્શન કેન્દ્રનું ઉદઘાટન તા. 29/03/2021ને સોમવારના રોજ સાંજે 6 કલાકે શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, એફ-29, આશાપુરા ટાવર, નવા બસ સ્ટેશન સામે, શનાળા રોડ ખાતે રાખેલ છે. જેની દરેક સભ્યોએ નોંધ લઈ હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબીમાં પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા આયોજીત અને જીલ્લા આરોગ્ય અધિકારી-મોરબીના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પ (વિનામૂલ્યે)નું આયોજન તા. 29ને સોમવારે બપોરે 2થી 6 વાગ્યા સુધી શ્રી કડવા પાટીદાર કન્યા છાત્રાલય કેમ્પસ, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. તો જેની ઉમર 45 વર્ષથી વધુ હોય તેવા દરેક મોરબીવાસીઓને કોરોના રસીકરણનો લાભ લઈ જાગૃતી દાખવવા વિનંતી કરાયેલ છે. ઉલ્લેખનીય છે કે રસીકરણ માટે આવતા તમામ ભાઈ-બહેનોએ આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે. વધુ વિગત માટે ધીરુભાઈ સાણજા મો. ૯૮૭૯૮ ૪૨૨૮૧ અથવા અશ્વિનભાઈ એરણીયા મો. ૮૧૬૦૪ ૧૫૭૭૫ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.