વાંકાનેર : સિંધાવદર આજ રોજ સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજના સમારકામ તથા નવા સિમેન્ટ રોડનું સિંધાવદર લાલજી મહારાજની જગ્યાના મહંત આનંદરામ બાપુ તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરુભા ઝાલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજના નાલાની ભલામણ કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભા સાંસદ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ઉદ્ઘાટન દરમ્યાન રાજ્યસભા સાંસદના પી.એ. ક્રિપાલસિંહ ઝાલા નરેન્દ્રભાઈ, તાલુકા આઈટી સેલ ઇન્ચાર્જ હુસેનભાઇ ગઢવાળા, તાલુકા પંચાયતના સદસ્ય ગનીભાઈ પટેલ, સિંધાવદર જુથ સહકારી મંડળીના પ્રમુખ ગુલાભાઈ પરાસરા, પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલાભાઈ પરાસરા, વાંકાનેર પ્રોસેસિંગ ડિરેક્ટર અબાસભાઈ શેરસીયા, પ્રણવસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, રાઘવભાઇ ભરવાડ, નવઘણભાઈ ભરવાડ, ક્ષત્રિય સમાજના અગ્રણી રાજસિંહ ઝાલા, બાબાભાઈ ગઢવી, પૂર્વ સરપંચ નજુભાઈ પરાશરા, પૂર્વ ઉપ સરપંચ રાજુભાઈ મકવાણા, દલિત સમાજના આગેવાન કિશોરભાઈ મકવાણા, ઈરફાનભાઇ એસ.કે ટેલિકોમ વિનોદભાઈ પ્રજાપતિ, રઘુભાઈ ઠાકોર તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.