મોરબી : ગઈકાલે તારીખ 23/10/2019ના રોજ સરવડ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યુ હતું. જેનું લોકર્પણ મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ અને ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન કાંતિલાલ સરડવાના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળીયા તાલુકાના મામલતદાર, ટી.ડી.ઓ. તથા સરવડ ગામના નાગરિકોએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ વિલપરા તથા તલાટી મંત્રી ભરતભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.