મોરબી : મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલયનુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શનીવારે ઉદઘાટન કરવામાં આવશે. સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં હનુમાનચાલીસાના પાઠ તથા દીપપ્રાગટ્ય દ્વારા સર્વ હિન્દુ સંગઠન દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે. પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમીના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનુ શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે ઉદઘાટન તા. ૧૯-૮-૨૦૨૩ શનીવાર ના રોજ સાંજે ૭ કલાકે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે. ઉદઘાટન સમારોહમાં ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), ગાંડુભગત (મચ્છુ માં ની જગ્યા), નાગરાજબાપુ (નકલંક ધામ- જાજાસર), દેવરામબાપુ (જલારામ મંદિર), ભુષણજી મહારાજ (રામજી મંદિર), હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. મોરબીના સર્વ હિન્દુ સંગઠનના અગ્રણીઓને મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.