મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સૌજન્યથી સમર્પણ હોસ્પિટલ સંચાલિત સ્વ. દિવ્યાબેન, સ્વ. મંજુલાબેન પ્રભુભાઈ કાસુન્દ્રાનાં સ્મરણાર્થે મોરબીમાં ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આગામી તારીખ 13 નવેમ્બર ને રવિવારના રોજ સાંજે 5:31 વાગ્યે મોરબીના મહેન્દ્રનગર મેઇન રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, પ્રભુ કૃપા ખાતે શુભારંભ થશે. PMJAY મા અમૃતમ યોજના અંતર્ગત દર્દીઓને ફ્રી ડાયાલિસીસ કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે ડાયાલિસીસ સેન્ટરના મો.નં. 81418 88088 પર સંપર્ક કરવો.