નાની વાવડી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજનમોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે આગામી તારીખ 6 ઓગસ્ટ ને મંગળવારના રોજ સાંજે 6-30 કલાકે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું લોકાર્પણ, ખેડૂત શિબિર અને નાની વાવડી સેવા સહકારી મંડળીની 72મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેશે. જ્યારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના ઉદ્ઘાટક તરીકે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા હાજરી આપશે. આ ઉપરાંત કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વોઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા અને મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ રૂપાલા હાજરી આપશે.