મોરબી: આમરણ (ડાયમંડનગર) મુકામે આવેલી કાશીબેન દામજીભાઈ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારના રોજ એક વિશેષ 'ગૌદર્શન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌશાળામાં દાતાઓના સહયોગથી થયેલા ૧.૩૫ કરોડ રૂપિયાના નવીન વિકાસ કામોથી ગ્રામજનો અને ગૌપ્રેમીઓને અવગત કરાવવાનો છે.રૂપિયા ૧.૩૫ કરોડના ખર્ચે થયેલા વિકાસ કામોછેલ્લા દોઢ વર્ષમાં ગૌશાળામાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં ૭૫ લાખના ખર્ચે ૩ વીઘા જમીનની ખરીદી અને તેની ફરતે વંડો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગૌમાતા માટે આરસીસી રોડ સાથેના બે આધુનિક શેડ, પાંચ ખુલ્લા વંડા, ગમાણ અને પાણીના અવાળા તૈયાર કરવામાં આવ્યા છે. ગૌશાળામાં પીવા અને વપરાશ માટે ૫૫,૦૦૦ લીટરની ક્ષમતાનો પાણીનો ટાંકો તથા ગૌવાતીઓના નિવાસ માટે ત્રણ પાકા મકાનોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ તમામ કામો કોઈ પણ ઉઘરાણા કે ફાળા વગર માત્ર સ્વૈચ્છિક દાનમાંથી જ પૂર્ણ કરવામાં આવ્યા છે.કાર્યક્રમની વિગત અને સમયરેખાતારીખ ૧૫-૦૩-૨૦૨૬, રવિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહેશે: • બપોરે ૦૩:૦૦ કલાકે: તમામ માતાઓ, બહેનો અને ગોપી મંડળ દ્વારા 'કાનુડો' કાર્યક્રમ. • બપોરે ૦૪:૦૦ કલાકે: ગૌદર્શન તથા રાજકોટ સ્પીપાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને પાઠ્યપુસ્તક લેખક પરેશ દલસાણીયાનું ઉદબોધન. • બપોરે ૦૫:૦૦ કલાકે: નવા શેડના દાતાઓના હસ્તે ઉદ્ઘાટન. • બપોરે ૦૫:૩૦ કલાકે: લમ્પી વાયરસથી ગૌલોક પામેલા નંદી જસમત મહારાજ તથા ગૌમાતાઓને શ્રદ્ધાંજલિ. • સાંજે ૦૬:૦૦ કલાકે: મહાપ્રસાદ.દાન સ્વીકારવામાં આવશે નહીંગૌશાળા પરિવાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર ગૌદર્શન અને થયેલા કાર્યોની માહિતી આપવાનો જ છે. કાર્યક્રમ દરમિયાન કોઈ પણ દાતા પાસેથી દાન કે ફાળો સ્વીકારવામાં આવશે નહીં. હાલ આ ગૌશાળામાં ૫૫૦ જેટલી ગૌમાતાઓ આશ્રય લઈ રહી છે, જેનો દૈનિક ઘાસચારો અને અન્ય ખર્ચ અંદાજે ૫૦,૦૦૦ રૂપિયા થાય છે.આમરણ ગૌશાળા પરિવાર દ્વારા તમામ ગૌપ્રેમી જનતા, ગામની દીકરીઓ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા દાતાઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Amaran #Gaushala #GauDarshan #MorbiNews #Charity #Diamondnagar #Gujarat