અયોધયાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કરી કળશ યાત્રા શહેરભરમાં નીકળીમોરબી : રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં મધ્યસ્થ કાર્યાલય શુભારંભ આજે અજંતા બંગલો, સરદાર બાગ પાસે, આદર્શ સોસાયટીના મેઇન રોડ પાસે, શનાળા રોડ , મોરબી ખાતે પ્રારંભ થયો હતો. આ તકે અનેક સાંધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાન અંતર્ગત મધ્યસ્થ કાર્યાલય મોરબી જિલ્લાના શુભારંભ પ્રસંગે મોરબીના ઉમીયા આશ્રમના નિર્મોહી અખાડાના મહંત નિરંજનદાસજી મહારાજ, રામ મહેલ મંદિરના મહંત રાજેનદરદાસજી, મણિધર હનુમાનજી મંદિરના મહંત હરિચરણ દાસ બાપુની વિશેષ ઉપસ્થિતીમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જવાબદાર અધિકારીગણ તથા વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સામાજિક સમરસતાના સંયોજક રમેશભાઈ પંડયા, સુરેન્દ્રનગર વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે અને મોરબી જિલ્લાના મોરબી પ્રખંડના , ટંકારા પ્રખંડના, વાકાનેર પ્રખંડના તથા તમામ પ્રખંડના ઉપનગર એમજ વસતીના તમામ જવાબદાર વ્યક્તિઓ અને સમાજીક આગેવાનો પણ આ કાર્યાલય ઉદ્ઘાટનના પવિત્ર કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શુભ શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિજયમહામંત્ર અને સાથે ઉપસ્થિત સંતો અને જવાબદાર વ્યક્તિઓ દ્વારા અયોધયાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કરી સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. સંતો દ્વારા આશીર્વચન આપવામા આવ્યા હતા.મોરબી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય અક્ષત મહાઅભિયાન અંતર્ગત અયોધયાથી આવેલ પ્રસાદીના અક્ષત, રામ મંદિરનું એક ચિત્ર તથા આમંત્રણ પત્રિકા તા.૧/૧/૨૦૨૪ થી ૧૫/૧/૨૦૨૪ સુધીમાં એક એક હિંદુના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ અક્ષત મહાઅભિયાનને સફળ બનાવવા માટેના કાર્યનું મધ્યસ્થી કાર્યાલય રહેશે.રામ જન્મભુમી તીર્થ ક્ષેત્ર દ્વારા અયોધ્યાથી સંતો દ્વારા પુજન કરીને અક્ષત કળશ જે મોરબી જિલ્લાને મળેલ છે. એ કળશની યાત્રા આજેતા. ૧૦ના રોજ મોરબીના નગરદરવાજા ચોકથી સાંજે ૫ કલાકે પ્રસ્થાન થઈને રામ મહેલ મંદિર ખાતે કળશયાત્રા પુરી થઈ હતી. આ કળશયાત્રામાં તમામ જવાબદાર વ્યક્તિઓ અને કાર્યકર્તા તથા સ્વયંસેવકો હાજર રહ્યા હતા.