વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે આવેલી રાજસ્થળી મહિલા સંચાલિત દૂધ મંડળીમાં બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મયુર ડેરી- મોરબી સંચાલિત રાજસ્થળી મહિલા સંચાલિત દૂધ મંડળીમાં મોરબી જિલ્લાના સહકારી આગેવાન, ક્રિભકોના ડિરેક્ટર તથા રાજકોટ જિલ્લા બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયાના હસ્તે આ બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ તકે દૂધ સંઘના ચેરમેન સંગીતાબેન કગથરા, વાંકાનેર તાલુકાના ડિરેક્ટર જશુબેન કાકરેચા, ભાવનાબેન ગોરધનભાઈ, દૂધ સંઘના એમડી સુમિતકુમાર તેમજ બહોળી સંખ્યામા દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા. મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું કે, સહકારથી જ સમૃદ્ધિ શક્ય છે. મોરબી દૂધ સંઘ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે દૂધ ઉત્પાદકોને હરહંમેશ દૂધ ઉત્પાદકોને ઉંચા ભાવ અને બોનસ ચુકવવામાં આવ્યા છે. જે ખૂબ જ સરાહનીય બાબત છે. સંગીતાબેન કગથરા દ્વારા બલ્ક મિલ્ક કુલર ચાલુ થવાથી દૂધ સંઘ, દૂધ મંડળી તથા દૂધ ઉત્પાદકોને થતાં ફાયદા જણાવવામાં આવ્યા હતા. દૂધ સંઘના એમડી દ્વારા પશુપાલકોને અપાતી વિવિધ સેવાઓ જેવી કે 5 લાખનો દૂધ ઉત્પાદકોનો અકસ્માત વીમો, પશુ સારવાર કેમ્પ તેમજ ભવિષ્યમાં વાંકાનેરમાં પશુપાલકોના ઘરે પશુ સારવાર વિઝિટ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.