મોરબી : વાઘપર (પીલુડી) ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયાના હસ્તે આયુષમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું હતું.આ તકે ગામની બાળાઓ અને ગામના અગ્રણીઓ પણ લોકાર્પણમાં સાથે જોડાયા હતા. આયુષ્માન આરોગ્ય મંદિરનો પ્રારંભ થતાં ગ્રામજનોને ઘર આંગણે જ આરોગ્યની સેવાઓ નિઃશુલ્ક મળી રહેશે.