મોરબી : મોરબીમાં રવિવારે સાર્થક વિદ્યામંદિરની અટલ ટીકરીંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે સરકાર તરફથી અટલ ટીકરીંગ લેબ તરીકે પ્રોત્સાહન મળે છે. જે લેબની મંજુરી મોરબીના સાર્થક વિદ્યામંદિરને મળી છે. જેનું આગામી રવિવાર તા.27.02.22 ના રોજ ઉદ્ઘાટન થશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી તેમજ બાલધારના સ્થાપક ભરતભાઇ મહેતા ઉપસ્થિત રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..