મોરબી : મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં આજે નવી ગેસ આધારિત ભઠ્ઠી તથા નવા બિલ્ડિંગ બાંધકામનું લોકાર્પણ કરવામાં આવશે.આજે તારીખ 15 માર્ચ ને શનિવારે સાંજે 5 કલાકે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહમાં કેન્દ્રીય 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવેલી નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી ત થા નવા બિલ્ડિંગ બાંધકામનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજયકુમાર સોની ઉપસ્થિત રહેશે.