મોરબી : ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મધ્યમ વર્ગની બહેનોની રોજીરોટી મળી રહે તે હેતુથી મોરબીમાં 5મા સીવણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મોરબીના કુબેરનાથ રોડ, લુહાર શેરીના નાકે, ગ્રીનચોકની બાજુમાં ગંગા ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જ્યાં બહેનોને સંચાલિકા જાગૃતિબેન પરમાર દ્વારા કટીંગ અને સીવણ શીખવવામાં આવશે. આ પાંચમાં સીવણ કેન્દ્રનું ઉદઘાટન સમિતિના ચેરમેન દેવકરણ ભાઈ આદ્રોજા,સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા તેમજ મોરબી સિટીના સેક્રેટરી લા. ત્રિભોવભાઈ સી. ફૂલતરિયા અને બાલુભાઈ કડીવારની હાજરીમાં કરાયું હતું. દરેક બહેનો સીવણ શીખીને પગભર બની કુટુંબ અને સમાજને ઉપયોગી થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.