મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યરત વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા-વવાણીયા વાળા (જયદીપ ગૃપ)ના સહયોગથી નિર્માણ પામેલા વિદ્યુત સ્મશાન ઓફિસ બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ રામનવમીએ તા. ૬ને રવિવારના રોજ સવારે ૯ કલાકે યોજાશે. આ વેળાએ પૂ. દામજી ભગત(શ્રી નકલંક મંદિર-બગથળા), પૂ. ભાવેશ્વરીબેન (શ્રી રામધન આશ્રમ-મહેન્દ્રનગર), પૂ. હંસાગીરી માતાજી (શ્રી ગીરનારી આશ્રમ) આશીર્વચન પાઠવશે.મુખ્ય મહેમાન પદે વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ-મોરબી), પરસોતમભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ), કાંતિલાલ અમૃતીયા (ધારાસભ્ય મોરબી-માળીયા), જીતુભાઈ સોમાણી (ધારાસભ્ય વાંકાનેર-કુવાડવા), જયંતીભાઈ કવાડીયા (ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ), જયંતીભાઈ રાજકોટીયા (પ્રમુખ મોરબી-જીલ્લા ભાજપ), બ્રિજેશભાઈ મેરજા (પૂર્વમંત્રી ગુજરાત રાજય), કેશરીદેવસિંહ ઝાલા (સાંસદ રાજ્યસભા), ચંદુભાઈ શિહોરા (સાંસદ સુરેન્દ્રનગર), દુર્લભજીભાઈ દેથરીયા ( ધારાસભ્ય ટંકારા-પડધરી), પ્રકાશભાઈ વરમોરા ( ધારાસભ્ય હળવદ), મોહનભાઈ કુંડારીયા (પૂર્વમંત્રી કેન્દ્ર સરકાર), જયુભા ઉદયસિંહજી જાડેજા, દિલુભા ઉદયસિંહજી જાડેજા (કાર્યાલય ભવનના દાતા), હસુભાઈ મહેતા (મોક્ષરથના દાતા) ઉપસ્થિત રહેશે.ઉપરાંત અતિથિ વિશેષ તરીકે કે.બી. ઝવેરી (કલેકટર-મોરબી), સ્વપ્નિલ ખરે ( કમિશ્નર મહાનગરપાલિકા), રાહુલ ત્રિપાઠી ( એસ.પી. -મોરબી.), જે. એસ. પ્રજાપતિ ( ડી.ડી.ઓ. -મોરબી.), સંજયભાઈ સોની (ડે.મ્યુ.કમિશ્નર-મોરબી), કુલદીપસિંહ વાળા (ડે.મ્યુ.કમિશ્નર-મોરબી) ઉપસ્થિત રહેશે.તેમ યાદીમાં જણાવાયુ છે.