મોરબી : મોરબી તાલુકાના બેલા-ભરતનગર ગામ ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળના નવા ભવનનો રવિવારે ઉદઘાટન સમારોહ યોજવામાં આવનાર છે. ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો આગામી તારીખ 3ના રોજ ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 10:00 કલાકે ઉદઘાટન સમારોહ, 10:30 કલાકે કેશવાનંદ વેદ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક કાર્યક્રમ, 11:00 કલાકે સંતોનાં આશીર્વચન તથા મહાનુભવોનું પ્રાસંગિક વક્તવ્ય, બપોરે 12:30 કલાકે ભોજન મહાપ્રસાદ યોજાશે. આ સમારોહમાં ઉદ્ઘાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના વરદહસ્તે કરવામાં આવશે. તેમજ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાજપ ઇન્દોરના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ તેમજ ઉદઘોષક તરીકે હસુભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..