મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે જસુભાઈ ગોહીલ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ પદે રમેશભાઈ પ્રબતાણી સહિતના હોદ્દેદારોની નિમણુંકવાંકાનેર : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સચિવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ, રાજસ્થાન કોંગ્રેસ સહપ્રભારી અને ચોટીલાના પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના અધ્યક્ષ સ્થાને વાંકાનેર તાલુકા કોંગ્રેસનુ પદગ્રહણ સંમેલન યોજાયુ હતું. જેમાં વનરાજભાઈ ધીરૂભાઈ રાઠોડ (ગામ-મેસરીયા) એ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું.તેમની સાથોસાથ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે જસુભાઈ ગોહીલ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ પદે રમેશભાઈ પ્રબતાણી (ઉપ સરપંચ જેપુર), વાંકાનેર તાલુકા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ પ્રમુખ પદે નવીનભાઈ વોરા (રાતિદેવળી), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ ઉપપ્રમુખ પદે મનજીભાઈ બેડવા (ભલગામ), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ મહામંત્રી પદે લક્ષ્મણભાઈ વોરા (રાતીદેવળી), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ મહામંત્રી પદે મોહનભાઈ બેડવા (ભલગામ) અને વાંકાનેર શહેર કોંગ્રેસ અનુ. જાતી વિભાગ પ્રમુખ પદે પ્રકાશભાઈ સુમેસરાની નીમણુક કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને મેસરિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરૂભાઈ રાઠોડે મોટી સંખ્યામાં કોળી સમાજના કાર્યકરો સાથે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો. આ સમારંભમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ મહામંત્રી અને માર્કેટ યાર્ડ વાંકાનેરના પુર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ સેલ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીર, મોરબી જીલ્લા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ મનસુખભાઈ વાઘેલા, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય હરદેવસીહ જાડેજા, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય ઈસ્માઈલભાઈ બાદી, વાંકાનેર માર્કેટ યાર્ડ પ્રમુખ ગુલામભાઈ પરાસરા, વાંકાનેર માર્કેટ યાર્ડ ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, વાંકાનેર તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા યુનુસભાઈ શેરસીયા, દલીત સમાજ અગ્રણી માનસુરભાઈ બેડવા, વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી પુર્વ ચેરમેન નારાયણભાઈ કેરવાડીયા, રાજકોટ જીલ્લા દુધ સંધ ડીરેકટર અબ્દુભાઈ બાદી, કૃભકો- દિલ્લી ડેલીગેટ સાદુરભાઈ (મેસરીયા), રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘ ડીરેકટર હુસેનભાઈ શેરસીયા, મુળજીભાઈ (કોળી સમાજ અગ્રણી), સહીત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં કોગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.