મોરબી: ત્રણ માર્ચ અને બુધવારે મોરબીના અમુક વિસ્તારોમાં 10 કલાકનો પાવર કાપ ઝીંકાયો છે. સબ સ્ટેશન તથા લાઈનોનું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી જેટકો દ્વારા આ પાવરકાપ મુકવામાં આવ્યો છે. 3 માર્ચ અને બુધવારે સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી પાવર કાપ મુકવામાં આવ્યો છે. જેમાં 66 કે.વી. અમરેલી રોડમાંથી નીકળતા તમામ 11 કે.વી.ફીડરો, 66 કે.વી. ડુંગરપુરમાંથી નીકળતા તમામ 11 કે.વી. ફિડરો, 66 કે.વી. ભરતનગરમાંથી નીકળતા 11 કે.વી. મહેન્દ્રનગર, 11 કે.વી. સનોરા, 11 કે.વી. અશ્વમેઘ, 11 કે.વી. ભરતનગર, 11 કે.વી. ઓસીસ, 11 કે.વી. હરિપર તથા 11 કે.વી. પોઝિટિવ વિસ્તારમાં ઉપરોક્ત સમય દરમ્યાન વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ વ્હેલું પૂરું થઈ જવાની સ્થિતિમાં કોઈપણ જાતની પૂર્વ સૂચના વગર વીજ સપ્લાય શરૂ કરી દેવામાં આવશે તેવું મોરબી વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.