સરપંચ સંમેલનમાં સરપંચોને કાર્યક્રમમાં લઈ જવા, હાજરી પુરવા સહિતની જવાબદારી શિક્ષકોને સોંપાઈ મોરબી : ગુજરાત પંચાયત મહા સંમેલન મારૂ ગામ મારૂ ગુજરાત યોજાવા જઇ રહ્યું છે. જેમાં બસ રૂટમાં સરપંચોને લાવવા લઈ જવા હાજરી પુરવાની જવાબદારી શિક્ષકોને સોંપી કન્ડક્ટર બનાવી દેવાતા શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. શિક્ષકોના જણાવ્યા મુજબ આર.ટી.ઈ. એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી સોંપવી નહિ. છતાં તંત્ર દ્વારા શિક્ષકોને અવનવી કામગીરી આપીને શિક્ષણની ઘોર ખોદવામાં આવી રહી છે.જેનો તાજો દાખલો વાંકાનેરમાં જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં 700 દિવસ બાદ શાળાઓ શરૂ થઈ છે હમણાં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે અભ્યાસક્રમ અધુરો છે. લર્નીગ લોસ ખુબજ મોટો છે. અને હાલમાં શાળાઓ પૂર્વવત શરૂ થઈ છે ત્યારે તા.11.03.22 ના રોજ અમદાવાદ ખાતે સરપંચ સંમેલનમાં વાંકાનેર તાલુકાના શિક્ષકોને બસ કંડક્ટર તરીકેની હુકમો કરેલ છે. જેને લઈને શિક્ષકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.