વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં બાફીટ સેનેટરીવેર નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા કવિતાબેન રામચરણભાઈ વર્માના બાળકો વતનમાં હોય તેઓએ દિવાળી કરવા વતનમાં જવાનું કહેતા તેણીના પતિએ થોડા સમય બાદ વતનમાં જવાનું કહેતા કવિતાબેનને મનોમન લાગી આવતા રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.